VIDEO: કાર્બોસેલની ખાણમાંથી યુવાનના મૃતદેહને 40 કલાક બાદ સ્કૂબા ડ્રાઈવર્સની ટીમે કાઢ્યો બહાર

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી સહિતના તાલુકાઓમાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી સહિતના તાલુકાઓમાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલ સહિત ખનીજ સંપતિનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે મુળી તાલકુાના ખાખરાળા ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ભરેલ લોડર કુવામાં ખાબકતા ચાલકનું મોત નીપજ્યું હતું. મુળી તાલુકાના ખાખરાળા ખાણ દુર્ઘટનામાં 40 કલાક બાદ ખાણમાં ખાબકેલા યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં તંત્રને સફળતા મળી છે.

સ્કૂબા ડ્રાઈવની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો 

સ્કૂબા ડ્રાઈવની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. લોડર મશીન રિવર્સ લેતા સમયે આ દુર્ઘટના  બની હતી. મતા અહેવાલ પ્રમાણે ખાણ 180 ફૂટ અંદરથી યુવકનો મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ખાણમાં 40 ફૂટ સુધી પાણી ભરાયેલું હતું. ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો.

જાહેરાત

તંત્ર દ્વારા બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો 

મુળીના ખાખરાળા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલના કુવામાં લોડર સાથે ચાલક ખાબકડતા ચાલકનું મોત નીપજ્યુું હતું પરંતુ  ખાણની અંદર લોડર નીચે મૃતકની લાશ ફસાઈ ગઈ હોવાથી તંત્ર દ્વારા બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને બનાવના ૨૪ કલાક બાદ પણ મૃતકની લાશને રાજકોટ ફાયર ફાયટર ટીમ દ્વારા ક્રેનની મદદથી બહાર કાઢવાની તજવીજ શરૃ રાખવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત