Video: તાપી નદીમાં ડૂબેલા બે પૈકી એક યુવકનો મૃતદેહ મળ્યો, અન્યની શોધખોળ શરૂ
સુરતના નાના વરાછા નેચર પાર્ક પાછળ ધૂળેટીના દિવસે એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. તાપી નદીમાં નહાવા
સુરતના નાના વરાછા નેચર પાર્ક પાછળ ધૂળેટીના દિવસે એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. તાપી નદીમાં નહાવા પડેલા ત્રણ મિત્રોમાંથી બે યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં મિત નામના યુવકે તરીને બહાર નીકળી ફાયર અને પોલીસને જાણ કરી હતી. ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં ૧૯ વર્ષીય જયદીપ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે હજુ પણ ક્રિષ્ના નામના અન્ય એક યુવકની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલુ છે.
જાહેરાત








