VIDEO: બોટાદમાં સસ્તા અનાજનો કાળો કારોબાર, હેરાફેરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
બોટાદમાં સસ્તા અનાજનો કાળો કારોબાર ઝડપાયો છે. બોટાદમાં સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકો માટે આપવામાં આવતા સસ્તા અનાજની હ
બોટાદમાં સસ્તા અનાજનો કાળો કારોબાર ઝડપાયો છે. બોટાદમાં સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકો માટે આપવામાં આવતા સસ્તા અનાજની હેરાફેરીનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.બોટાદનાં સાળંગપુર રોડ કબ્રસ્તાન પાસેની ગલીમાં ખાનગી ગોડાઉન ધમધમી રહ્યું હોવાનું અનુમાન છે.
અનાજની બોરીઓ ટ્રકમાં લોડ કરવામાં આવી રહી
વીડિયોમાં જોઈ શકાય છે કે અનાજના ગોડાઉનમાંથી અનાજની બોરીઓ ટ્રકમાં લોડ કરવામાં આવી રહી છે..ઓટોરિક્ષા અને યુટીલીટી પીકપ જેવા વાહનો મારફતે અનાજ ઉઘરાવી ગોડાઉન ભરવામા આવતાં હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: ભાજપે રામ પ્યારેને હોદ્દા પરથી હટાવી દીધા, વોર્ડ પ્રમુખ બનવા માટે આપ્યા હતા ખોટા દસ્તાવેજો
આ વીડિયોની પુષ્ટી જીએસટીવી નથી કરતું
જોકે આ વીડિયોની પુષ્ટી જીએસટીવી નથી કરતું.ઉલ્લેખનિય છે કે બોટાદમાં અનેક વિસ્તારોમાં રોક-ટોક વગર જ સસ્તા અનાજનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે.






