VIDEO: હળવદ તાલુકા પંચાયત પેટાચૂંટણીમાં ભાજપનો વિજય
હળવદ તાલુકા પંચાયતની રણછોડ ગઢ બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપે જીત મેળવી છે. આમ

હળવદ તાલુકા પંચાયતની રણછોડ ગઢ બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપે જીત મેળવી છે. આમ આદમી પાર્ટીના સભ્ય પ્રેમજીભાઈના માર્ગ અકસ્માતમાં નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી અને પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપના ઉમેદવાર ભરતભાઈ વાસુભાઈ નંદેસરિયાએ ૧,૨૯૪ મત મેળવી ૧૪૫ મતોથી વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસના પ્રતાપભાઈ કનુભાઈ પઢિયારને ૧,૧૫૯ મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના રણછોડભાઈ અમરશીભાઈ કુકાવાને ૮૧૧ મત મળ્યા હતા. આ જીત સાથે ભાજપે આપ પાસેથી આ બેઠક છીનવી લીધી છે.




