મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હળવદ નજીક ખાનગી સ્કૂલ બસનો અકસ્માત સર્જાતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો

હળવદના મિયાણી નજીક ૩૦ થી વધુ વિદ્યાર્થીઓને ભરીને જઈ રહેલી મંગલમ વિદ્યાલયની ખાન

તસવીર: gstv

હળવદના મિયાણી નજીક ૩૦ થી વધુ વિદ્યાર્થીઓને ભરીને જઈ રહેલી મંગલમ વિદ્યાલયની ખાનગી સ્કૂલ બસ અચાનક રોડ પરથી નીચે ઉતરી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસ મિયાણી, ટીકર, અજીત ગઢ અને નવા ઘાટીલા ગામના વિદ્યાર્થીઓને શાળાએ લઈ જઈ રહી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત રહ્યા હતા, પરંતુ ઘટનાની જાણ થતાં જ ડેલાયેલા વાલીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્કૂલ સંચાલકોની બેદરકારી સામે  આક્રોશ વ્યક્ત કર્યો હતો. વાલીઓએ વિદ્યાર્થીઓની સલામતી માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો