VIDEO: રાજકોટ મનપાના પદાધિકારીઓની નિમણૂક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ દ્વારા નિમાયેલા નિરીક્ષકો નટુજી ઠાકોર, સીતાબેન પટેલ અને નિલેશ ઓડેદરા ઉપસ્થિત રહી દાવેદારોની વાત સાંભળશે. તાજેતરમાં ભાજપના પ્રતીક પરથી ચૂંટાયેલા 65 કોર્પોરેટરોમાંથી પદ માટે ઈચ્છુક સભ્યો પોતાની દાવેદારી રજૂ કરી શકશે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક જેવા મહત્વપૂર્ણ પદો માટે ચર્ચા થશે. અનેક નામોની ચર્ચાઓ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે.







