Rajkot શહેરના સંગઠનના માળખાને લઈને ભાજપની કવાયત શરુ, આ વખતે મહિલાઓને પ્રાધાન્ય અપાશે
રાજકોટ શહેરના સંગઠનના માળખાને લઈને ભાજપે કવાયત હાથ ધરી છે. પ્રથમ વખત શહેરના સંગઠન માટે
રાજકોટ શહેરના સંગઠનના માળખાને લઈને ભાજપે કવાયત હાથ ધરી છે. પ્રથમ વખત શહેરના સંગઠન માટે પ્રદેશ નિરીક્ષકો આવ્યા હતા. પ્રદેશ નિરીક્ષક તરીકે ભરતસિંહ પરમાર અને બિજલ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. નિરીક્ષકો સાથે શહેરના મુખ્ય હોદ્દેદારોએ બેઠક કરી હતી, જેમાં સાંસદ, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સામા કાંઠા વિસ્તારના ભાજપના આગેવાન અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે અરવિંદ રૈયાણી આ વખતે તેઓ મીડિયાના કેમેરાથી દૂરી બનાવતા જોવા મળ્યા હતા. પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ મેયર અને પ્રદેશ અગ્રણી બીનાબેન આચાર્યએ કહ્યું કે,રાજકોટમાં કોઈ જૂથવાદ નથી. નાનામાં નાના કાર્યકર્તાઓ પણ હોદ્દેદારો બનતા હોય છે.
નોંધનીય છે કે, કુલ 21 લોકોનું સંગઠન માળખું છે. આ વખતે સંગઠનમાં મહિલાઓને પ્રાધાન્યા આપવામાં આવશે. 1 આદિજાતિ મહિલા,1 SC પુરૂષ સંગઠનમાં ફરજીયાત હશે. નવા સંગઠનમાં કુલ ૭ મહિલાને સ્થાન આપવામાં આવશે. જો કે, નિરીક્ષકોની મુલાકાત પહેલા સામાકાંઠા વિસ્તારમાં લેટરબોમ્બને લઇને રાજકારણ ગરમાયું છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરિયા ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરા, ધારાસભ્ય રમેશ ટીલાળા, ડૉ. દર્શિતા શાહ, પૂર્વ ગોવિંદ પટેલ, મહામંત્રી અશ્વિન મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓ સાથે બેઠક કરી હતી. ત્યારે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈને સંગઠનનું માળખું મજબૂત કરવા નવા સંગઠનની રચના કરાશે.








