VIDEO : કાશ્મીર ખીણમાં ખુલેલી દારૂની દુકાનોના વિરોધમાં BJP કાર્યકરોએ કર્યું ઉગ્ર પ્રદર્શન
શ્રીનગરમાં કાશ્મીર ખીણમાં ખુલેલી દારૂની દુકાનોના વિરોધમાં ભારત

શ્રીનગરમાં કાશ્મીર ખીણમાં ખુલેલી દારૂની દુકાનોના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. ભાજપના કાર્યકરોએ જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ દારૂબંધીની માંગ સાથે રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના નિવાસસ્થાન તરફ કૂચ કરી હતી.ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે કાશ્મીરની સંસ્કૃતિ અને શાંતિ જાળવવા માટે દારૂનું વેચાણ તાત્કાલિક બંધ થવું જોઈએ.




