મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ ભાજપમાં આંતરિક વિવાદ: સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ સામે માંડ્યો મોરચો

નર્મદા જિલ્લામાં ભાજપમાં જ આંતરિક ડખો હવે ખુલીને સામે આવ્યો છે. સાંસદ મનસુખ વસાવા અને ન

તસવીર: gstv

નર્મદા જિલ્લામાં ભાજપમાં જ આંતરિક ડખો હવે ખુલીને સામે આવ્યો છે. સાંસદ મનસુખ વસાવા અને નેતા દર્શના દેશમુખે ડેડીયાપાડામાં બેઠક યોજી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલી હાર મુદ્દે જિલ્લા ભાજપ નેતૃત્વ સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. 

સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ નીલ રાવ અને મહામંત્રીને હાર માટે જવાબદાર ઠેરવતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે જિલ્લા પ્રમુખે સિનિયર કાર્યકરોની અવગણના અને બાદબાકી કરતા સંગઠનમાં અસંતોષ ફેલાયો હતો, જેના કારણે ભાજપને પરાજય ભોગવવો પડ્યો. મનસુખ વસાવાએ વધુમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ જિલ્લા પ્રમુખ વચ્ચે સાંઠગાંઠ હોવાના પણ આક્ષેપ કર્યા હતા.

આ સમાચાર શેર કરો