મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરગામમાં રાજકીય સૌહાર્દ: ભાજપ સાંસદ અને કોંગ્રેસ ઉમેદવાર સામસામે, વિકાસ મુદ્દે થઈ રસપ્રદ ચર્ચા

ચૂંટણીના ગરમાવા વચ્ચે વલસાડના ઉમરગામમાં રાજકીય સૌહાર્દના અનોખા દ્રશ્

ચૂંટણીના ગરમાવા વચ્ચે વલસાડના ઉમરગામમાં રાજકીય સૌહાર્દના અનોખા દ્રશ્યો જોવા મળ્યા છે. ભાજપના સાંસદ ધવલ પટેલની સભા પૂર્ણ થયા બાદ, તેમણે સામે ઉભેલા કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારો સાથે સ્મિત સાથે હાથ મેળવ્યો હતો. આ તકે કોંગ્રેસીઓએ તક ઝડપી લઈને સાંસદને રોકડું પરખાવ્યું હતું કે, "વિકાસની વાતો તો કરી, પણ ઉમરગામના દરિયાકિનારે જેટ્ટી ક્યારે બનાવશો?"સાંસદ ધવલ પટેલે પણ રમૂજી અંદાજમાં વળતો જવાબ આપતા કહ્યું કે, "તમારી રજૂઆત છે તો હું બનાવી બતાવીશ." ઉમરગામ પાલિકાની 8 બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી હોવા છતાં, બાકીની બેઠકો પર કોંગ્રેસ પ્રજાના પાયાના મુદ્દાઓ પર લડી રહી છે.  

આ સમાચાર શેર કરો