મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બ્રિજની નબળી ગુણવત્તા મુદ્દે ભાજપ ધારાસભ્યની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત, વિજિલન્સ તપાસની માંગ

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પરથમપુરા ગામ પાસે કરડ અને મેસરી નદી પર બને

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પરથમપુરા ગામ પાસે કરડ અને મેસરી નદી પર બનેલા નવા બ્રિજની નબળી ગુણવત્તા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે. અંદાજે 24 કરોડ રૂપિયાના માતબર ખર્ચે બનેલા આ બ્રિજના રસ્તા પરથી અત્યારથી જ આરસીસી ઉખડવા લાગ્યું છે અને બ્રિજમાં મોટી તિરાડો પડી ગઈ છે.

આ બ્રિજ શરૂ થયાને હજુ થોડો જ સમય થયો છે, ત્યાં જ તેની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ધારાસભ્યએ આ મામલે ઉચ્ચસ્તરીય વિજિલન્સ તપાસની માંગ કરી છે, સાથે જ સરકારની પ્રતિષ્ઠા ખરડાય તેવી બેદરકારી દાખવનાર જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની ભલામણ કરી છે.  

આ સમાચાર શેર કરો