VIDEO : NEET પરીક્ષા ચોરી કૌભાંડમાં ભાજપ MLA જેઠા ભરવાડનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું
NEET exam cheating scam : પંચમહાલના ગોધરા ખાતે NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કર

NEET exam cheating scam : પંચમહાલના ગોધરા ખાતે NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. ગોધરાની જય જલારામ સ્કૂલમાં NEET પરીક્ષાનું સેન્ટર ફાળવવામાં આવ્યું હતું.
આ પરીક્ષા સેન્ટરના પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડન્ટ તુષાર ભટ્ટે વડોદરાની રોય ઓવરસીઝના સંચાલક પરશુરામ રોય સાથે મળીને આ સમગ્ર કૌભાંડ આચર્યું હતું. તુષાર ભટ્ટને જય જલારામ સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, જયારે પરશુરામ રોય અત્યારે 10 દિવસના રિમાન્ડ પર છે. હવે NEET પરીક્ષા ચોરી કૌભાંડમાં શહેરાના ભાજપ MLA તેમજ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે મોટું નિવેદન આપ્યું છે.
જય જલારામ સ્કૂલમાં NEET પરીક્ષાના સેન્ટરની ફાળવણી શંકાસ્પદ - જેઠા ભરવાડ
જેઠા ભરવાડે કહ્યું કે જય જલારામ સ્કૂલમાં NEET પરીક્ષાના સેન્ટરની ફાળવણી શંકાસ્પદ લાગી રહી છે. આ સ્કૂલમાં NEET પરીક્ષાનું સેન્ટર ક્યાં ધારા-ધોરણ મુજબ ફાળવવામાં આવ્યું તેની તપાસ થવી જોઈએ. આ સ્કૂલમાં NEET પરીક્ષાનું કેન્દ્ર ભ્રષ્ટાચાર આચરીને ફાળવવામાં આવ્યું હોય તેવી શંકા છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે આ સ્કૂલની પ્રવૃત્તિ શંકાસ્પદ લાગી રહી છે. ચોરી કરાવવાના આ ષડયંત્રમાં સ્કૂલના સંચાલકો અને મોટા માથા સંડોવાયેલા હોવા જોઈએ. આ સ્કૂલની માન્યતા રદ્દ થવી જોઈએ. તથા કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કાર્યવાહી થવી જોઈએ.






