મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપ ધારાસભ્ય જયેશ રાદડિયાની ચીમકી? કહ્યું,'નગરપાલિકાની ટિકિટ જોઈતી હોય તો સરખા બોલ નાખો'

જેતપુરમાંથી જયેશ રાદડિયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ક્રિકેટ પર હાથ

જેતપુરમાંથી જયેશ રાદડિયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ક્રિકેટ પર હાથ અજમાવતા નગરપાલિકાની ટિકિટ વિશે બોલી રહ્યા છે. જયેશ રાદડિયા જેતપુરમાં નક્કી કરશે કે કોને ટિકિટ આપવી અને કોને નહિં. હાલ તો આ વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચો : રાજકોટમાં જયેશ રાદડીયાના નિવેદન અંગે પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાનું નિવેદન, જાણો શું કહ્યું

સામાન્ય રીતે ભાજપના મોવડી મંડળ દ્વારા ટિકિટ ફાળવવામાં આવતી હોય છે. જ્યારે આ વીડિયોમાં તો જયેશ રાદડિયા ખુદ બોલી રહ્યા છે કે નગરપાલિકાની ટિકિટ જોઈતી હોય તો સરખા બોલ નાખો. જેતપુર નવાગઢ નગરપાલિકાની હાલ ચૂંટણીના પડઘમ વચ્ચે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જેતપુરમાં જયેશ રાદડિયા જ ટિકિટ ફાળવવાનું નક્કી કરતા હોય એવું આ વીડિયોમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે.

આ સમાચાર શેર કરો