VIDEO: ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને ભાજપની બેઠક
અમદાવાદમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાઈ. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ઉમે

અમદાવાદમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાઈ. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોના નામ પર આ બેઠકમાં આખરી મહોર લાગવાની શક્યતા છે. બેઠકમાં ચૂંટણી સમિતિના સભ્યો ઉપરાંત ઝોન મહામંત્રી, શહેર સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. ભાજપની ચૂંટણી સમિતિની બેઠક બાદ ઉમેદવારોના નામને લઈને સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે.




