VIDEO: ગાંધીનગરમાં ગંદકી અને ક્ષતિઓ મળતા રાયસણ સ્થિત બ્લિંકિટ સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ
ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા મળેલી ફરિયાદના આધારે ૧૭ સ

ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા મળેલી ફરિયાદના આધારે ૧૭ સપ્ટેમ્બરે રાયસણ સ્થિત બ્લિંકિટ સ્ટોરમાં અચાનક ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્ટોરમાં સેનિટેશન અને હાઈજીનિક કન્ડિશનમાં ગંભીર ખામીઓ સામે આવી હતી. સ્ટોરમાં ભારે ગંદકી, દિવાલો પર કરોળિયાના જાળા અને ખાદ્યચીજોનો અયોગ્ય સંગ્રહ જોવા મળ્યો હતો. ગ્રાહકોને ડિલિવર કરવામાં આવતી ખાદ્યસામગ્રી પણ અત્યંત અસ્વચ્છ રેક પર રાખવામાં આવી હતી. ફૂડ સેફ્ટી શાખાએ આ ગંભીર બેદરકારી બદલ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારીને સ્ટોરનું લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી સ્ટોર બંધ કરાવ્યો છે. જો નિયમ મુજબ સુધારો કરવામાં નહીં આવે તો લાયસન્સ કાયમી ધોરણે રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.




