મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં ભાજપ નેતાના પુત્રએ EVM બુથ હાઇજેક કર્યું, આખી ઘટના LIVE કરીને બતાવી

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. આ વચ્ચે મ

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. આ વચ્ચે મહિસાગર જિલ્લામાં ભાજપના નેતાના પુત્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં બૂથ કર્મચારીઓને ધમકાવીને EVM કેપ્ચર કરવામાં આવ્યું હતું. આ મામલે કોંગ્રેસના લોકસભાના ઉમેદવારે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિજય ભાભોરની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ભાજપના નેતાના પુત્ર પર બુથ કેપ્ચરનો આરોપ

મહિસાગર જિલ્લાના સંતરામપુરના પ્રથમપુર ગામમાં સંતરામપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશ ભાભોરના પુત્રનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

Big News : પહેલા આચાર સંહિતાના નામે વેક્સીન સર્ટિ. પરથી મોદીજીનો ફોટો હટ્યો, હવે માંગ ઘટાડાના નામે કંપની રસી પાછી ખેંચવા માંડી

ભાજપના નેતા વિજય ભાભોરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિજય ભાભોરે બૂથ કર્મચારીઓને ધમકાવીને EVM કેપ્ચરીંગ કર્યું હતું. નેતાના પુત્રએ આ ઘટનાનું સોશિયલ મીડિયા પર લાઇવ પણ કર્યું હતું. આ ઘટનાને લઇને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડે ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા વીડિયોની તપાસ કરવામાં આવશે. વિવાદ થયા બાદ વિજય ભાભોરે જોકે, સોશિયલ મીડિયા પરથી આ વીડિયો હટાવી દીધો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, વિજય ભાભોર પ્રથમપુર બુથ નંબર 220 મતદાન મથકના સ્ટાફને પણ ધમકાવી રહ્યો છે. બુથના સ્ટાફને ધમકાવીને મત નાખવા આવતા લોકોને સહી કરાવી અનો માટાભાગના મત જાતે જ નાખતો જોવા મળ્યો હતો. મતદાન મથકની બહાર પોલીસ સહિત અન્ય સુરક્ષા વ્યવસ્થા હોવા છતા ખુલ્લે આમ ભાજપના નેતાના પુત્રની દાદાગીરી સામે આવી હતી. આખુ બુથ જ હાઇજેક કરી નાખ્યુ હતું અને આખી ઘટનાને LIVE કરી હતી.

વીડિયોમાં શું છે?

 ભાજપના નેતા વિજય ભાભોર EVM બુથમાં દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં વિજય ભાભોર કહી રહ્યો છે કે, 5-10 મિનિટ ચાલે તે ચાલવા દો આપણે બેઠા છીએ. વિજય ભાભોર એટલે વાત ખલાસ, મશીન-બશીન આપણા બાપનું જ છે.

આ સમાચાર શેર કરો