VIDEO: અમરેલીમાં જળ સંકટ વચ્ચે ભાજપ નેતાનો મંત્રીને પત્ર
અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સમયસર વરસાદ ન પડવાના કારણે મોલાત મ

અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સમયસર વરસાદ ન પડવાના કારણે મોલાત મુરજાવા લાગી છે અને પાકને બચાવવા પાણીની ભારે જરૂરિયાત ઊભી થઈ છે. આ ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે સૌની યોજના મારફતે અમરેલીના ચેકડેમો અને તળાવો તાત્કાલિક પાણીથી ભરવામાં આવે, જેથી ખેતીનો પાક બચાવી શકાય અને ખેડૂતોને મોટી આર્થિક પાયમાલીમાંથી ઉગારી શકાય.




