VIDEO: PM મોદીના કાર્યક્રમને લઈને ભાજપની તૈયારીઓ તેજ
વડોદરામાં 8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાવાનો છે, જેને લઈને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ તેજ કરવામાં

વડોદરામાં 8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાવાનો છે, જેને લઈને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કારેલીબાગના ‘નમો કમલમ’ ખાતે બેઠક યોજાઈ હતી. કાર્યક્રમ પૂર્વે ભાજપના આગેવાનોએ સ્થળની મુલાકાત લઈ ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં ભાજપના આગેવાનો અને કાર્યકરોને PM મોદીના કાર્યક્રમને સફળ બનાવવા તેમજ સેવા સંકલ્પ અભિયાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




