VIDEO: વડાપ્રધાન મોદીના સ્વદેશી રમકડાંના આહ્વાન વચ્ચે ૧૨૫ વર્ષ જૂનો પાટણનો માટીના રમકડાંનો ઉદ્યોગ આજે મૃતપ્રાય અવસ્થામાં
વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’

વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’માં સ્વદેશી રમકડાંને પ્રોત્સાહન આપી આત્મનિર્ભર બનવાનો સંદેશ આપ્યો છે, ત્યારે પાટણનો 125 વર્ષ જૂનો માટીના રમકડાં ઉદ્યોગ મુશ્કેલીમાં છે. 1895થી શરૂ થયેલો આ ઉદ્યોગ એક સમયે ગુજરાતની આગવી ઓળખ હતો. માટીમાંથી હાથી, સિસોટી, મહારાજા સહિતના વિવિધ રમકડાં બનાવવામાં આવતા હતા. જોકે પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોનિક રમકડાં તેમજ ચીનના સસ્તા રમકડાંના વધતા વેચાણથી પરંપરાગત ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. હાલ અનેક કારીગર પરિવારો રમકડાં બનાવવાનું ઓછું કરી માટીના વાસણો, ભગવાન અને માતાજીની મૂર્તિઓ બનાવી ગુજરાન ચલાવી રહ્યા છે. જન્માષ્ટમી નિમિત્તે પાટણમાં કાનુડાની માટીની મૂર્તિઓની ખરીદી માટે લોકો ઉમટ્યા છે. હવે કારીગરોને સરકારના પ્રોત્સાહન અને નવી નીતિની આશા છે.




