મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડાપ્રધાનના આગમનને પગલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હોટલો અને વાહનોનું સઘન ચેકિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસને લઈને શહેર પોલ

તસવીર: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસને લઈને શહેર પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરક્ષાના ભાગરૂપે શહેરભરની હોટલો, ગેસ્ટ હાઉસ અને લોજમાં રોકાયેલા મહેમાનોના રજિસ્ટર અને ઓળખપત્રોનું સઘન વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. હોટલોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે સંચાલકોને તમામ નિયમોનું કડક પાલન કરવા આદેશ અપાયા છે. આ ઉપરાંત, શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો પર ચેકપોસ્ટ ઉભી કરીને વાહનોનું ચેકિંગ અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમો બનાવી સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દીધી છે અને નાગરિકોને પણ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો