મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં મહિલા બુટલેગર પાસે તોડપાણી કરતાં ભાજપના કોર્પોરેટર ભેરવાયાં, આ રીતે ફૂટ્યો ભાંડો

સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો પર ગેરકાયદે બાંધકામોથી લઈને ગેરકાયદે બાબતો

સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો પર ગેરકાયદે બાંધકામોથી લઈને ગેરકાયદે બાબતો છાવરવાના પ્રયત્નો થતાં હોવાના આક્ષેપો છાસવારે લાગતાં હોય છે. ત્યારે આ વખતે દારૂના અડ્ડા અને જુગાર રમનાર પાસેથી પૈસા વસૂલવામાં આવતા હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાંડેસરા વિસ્તારના ભાજપના શરદ પાટીલ નામના કોર્પોરેટર દ્વારા મહિલા બુટલેગર પાસેથી વારંવાર રૂપિયાની માંગણી કરવાની વાત સામે આવી હતી. કોર્પોરેટર મહિલા બુટલેગર પાસે રૂપિયા લેવા ગયા હોવાની ચર્ચા સાથે વીડિયો વાયરલ થયો છે. 

હેરાન કરતાં હોવાના આક્ષેપ

પાંડેસરા વિસ્તારમાં ચાલતા દારૂના અડાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીનો નગર સેવક શરદ પાટીલ દારૂના અડ્ડાઓ ઉપર હપ્તા વસુલાત કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ભૂષણ પાટિલને સાથે રાખી દારૂના અડ્ડાઓ ઉપર હપ્તા વસુલાત કરાવા ગયા ત્યારે દારૂ વેચતી મહિલાને આ નગર સેવક તેમજ તેનો સાગીરત દ્વારા સતત હેરાન કરી રૂપિયા પડવાતા હોવાના આક્ષેપ થયા છે. વારંવાર રૂપિયાની માંગણી કરતા મહિલા બુટલેગર કંટાળીને નગર સેવક તેમજ તેના સાગીરતને બરાબરનો મેથી પાક આપ્યો હતો.

આક્ષેપો ખોટા-કોર્પોરેટર

ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે કહ્યું કે, આજે મળનારી સામાન્ય સભામાં અમારા વિસ્તારમાં જે કામ પાસ થયા છે. તે માટે હું સ્થાનિક લોકોને મળવા માટે ગયો હતો. તે દરમિયાન મને ફરિયાદ મળી હતી કે, કેટલાક વ્યક્તિઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મેં મારા કાર્યકર્તાઓને કહ્યું હતું કે, તેમને સમજાવો કે આ રીતે દબાણ ન કરે. ત્યારબાદ હું ત્યાં પહોંચ્યો હતો. તે દરમિયાન આ ઘટના બની છે. બાકી બધા જે આક્ષેપો છે તે ખોટાનો ઉપજાવી કાઢેલા છે.

આ સમાચાર શેર કરો