મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : નકલી CBI અધિકારી બની રોફ જમાવતા સુરેન્દ્રનગરના ભાજપ કોર્પોરેટર સહિત ત્રણની ધરપકડ

સુરેન્દ્રનગરના દુધરેજ- વઢવાણ સંયુક્ત નગરપાલિકાનો કોર્પોરેટર નકલી CBI તરીકે અમદાવાદમાંથી ઝડપાયો હતો. વઢવાણ સંયુક્ત નગરપ

સુરેન્દ્રનગરના દુધરેજ- વઢવાણ સંયુક્ત નગરપાલિકાનો કોર્પોરેટર નકલી CBI તરીકે અમદાવાદમાંથી  ઝડપાયો હતો. વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર-13નો કોર્પોરેટર હીતેશ્વરસિંહ મોરી સહિત ત્રણ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે, જેમણે નકલી CBI અધિકારી બનીને રેડ કરી હતી. 

હિતેશ્વરસિંહ મોરી સુરેન્દ્રનગરની દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા ભાજપનો ચાલુ કોર્પોરેટર 

અમદાવાદની આનંદનગર પોલીસે ધનરાજ રાઠોડ,હિતેશ્વરસિંહ મોરી અને વિરેન્દ્રસિંહ ચાવડા આ 3 શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં ધનરાજ રાઠોડ જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલ છે, વિરેન્દ્રસિંહ ચાવડા ખાનગી નોકરી કરી રહેલ છે અને હિતેશ્વરસિંહ મોરી સુરેન્દ્રનગરની દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં વોર્ડ નંબર-13નો ભાજપનો ચાલુ કોર્પોરેટર છે.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે ભાજપ નેતા તેમજ  સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત  નગરપાલિકાનો કોર્પોરેટર હિતેશ્વરસિંહ મોરીએ CBI અધિકારી તરીકે ઓળખ આપી હતી. નકલી ઓળખ આપીને રોફ જમાવ્યો હતો. પોલીસ હાલ ત્રણેયની પૂછપરછ આદરી છે, તપાસમાં બહાર આવશે કે આરોપીઓએ અગાઉ કોઈની સામે નકલી CBI અધિકારી તરીકે રોફ જમાવ્યો છે કે નહીં.

PIને પકડાયેલા આરોપીઓનું બેકગ્રાઉન્ડ ખબર નથી!

કપીલ ત્રિવેદી નામના યુવકે આ 3 આરોપીઓને આ  કામ કરવાનું કહ્યું હતું અને તેણે જ ફરિયાદીને મળવા બોલાવ્યો  હતો, જેથી પોલીસે તેની હાથ ધરી છે,  જેના પકડાયા બાદ આ કૃત્ય કરવા પાછળનું ખરુ કારણ જાણી શકાશે, પરંતુ PI બી.કે.ભરાઈને આરોપીઓના બેકગ્રાઉન્ડ વિશે માહિતી ન હોય તેમ અજાણ હોવાનું રટણ કરી રહ્યાં છે, ત્યારે કોર્પોરેટરની ધરપકડ કરનાર પોલીસને તેના બેકગ્રાઉન્ડ વિશે ખ્યાલ ન હોય તેવું કઈ રીતે શક્ય બને તે ચર્ચાનો વિષય બન્યો છે. 

આ સમાચાર શેર કરો