VIDEO : ચોટીલા તાલુકા પંચાયત પ્રમુખ- ઉપપ્રમુખ તરીકે ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર
ચોટીલા તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં પ્રમુખ-ઉપપ્રમુખ માટે ભાજપના એકમ
ચોટીલા તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં પ્રમુખ-ઉપપ્રમુખ માટે ભાજપના એકમાત્ર ફોર્મ ભરાતા બંને હોદ્દેદારો બિનહરીફ જાહેર કરાયા છે. નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નાથાભાઈ સંઘાણી પ્રમુખ અને જયસુખભાઈ રાજપરા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે. નવા સુકાનીઓની પસંદગી થતા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સહિતના કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી વિજયોત્સવ મનાવ્યો હતો.



