મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડિલિવરી બોય પાર્સલ આપવા ગયો, બાઈકસવાર ગઠિયો આખો થેલો જ ઉઠાવી ગયો

રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં પ્રદ્યુમન એસપાયર બિલ્ડીંગ પાસે ચોરી ઘટના સામે આવી છે. ફ્લિપકાર્ટના ડિલીવરી

રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં પ્રદ્યુમન એસપાયર બિલ્ડીંગ પાસે ચોરી ઘટના સામે આવી છે. ફ્લિપકાર્ટના ડિલીવરી મેનના ટુ વ્હીલરમાંથી પાર્સલ ચોરી કરી ચોર ફરાર થયો હતો. ડિલીવરી બોય પાર્સલ આપવા માટે ગયો ત્યારે રોડ ઉપર આવેલો અજાણ્યો બાઈક સવાર આખો પાર્સલનો થેલો જ ઉઠાવીને લઈ ગયો. 

રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં પ્રદ્યુમન એસપાયર બિલ્ડીંગ પાસે એક ડિલિવરી બોયનો આખો થેલો જ ગઠિયો ઉઠાવી ગયો હતો. રોડ ઉપર બાઈક રાખીને ડિલિવરી બોય પાર્સલ આપવા ગયો. પાછળથી બાઈક ઉપર આવેલ એક વ્યક્તિ આ બોયના બાઈક ઉપરથી આખો થેલો જ ઉઠાવી જાય છે. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

આ સમાચાર શેર કરો