Video: બાઇક ચાલકે મોપેડ પર જતી બે યુવતીઓને અડફેટે લીધી, એક ગંભીર ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ
વડોદરા શહેરમાં વધુ એક વખત રફતારનો આતંક જોવા મળી રહ્યો છે. લકડીપુલ નજીક બાઇક ચા

વડોદરા શહેરમાં વધુ એક વખત રફતારનો આતંક જોવા મળી રહ્યો છે. લકડીપુલ નજીક બાઇક ચાલકે મોપેડ પર જતી બે યુવતીઓને અડફેટે લેતા તેઓને ઇજા થઇ હતી. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પૂરઝડપે આવી રહેલા બાઈક ચાલકે ટક્કર મારતા બે પૈકી એકે યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને એસ.એસ.જી હોસ્પિટલ ખસેડાઈ છે. આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.








