VIDEO: રાજકોટમાં બાઈક ચાલકે વૃદ્ધાને અડફેટે લીધાં, દ્વારકામાં ચાલુ કામ દરમિયાન ક્રેન પલટી
અવારનવાર રાજ્યભરમાંથી અકસ્માતની ઘટનાઓ વિશે આપણે સાંભળતા હોઈએ છીએ. એવામાં રાજકોટ અને
અવારનવાર રાજ્યભરમાંથી અકસ્માતની ઘટનાઓ વિશે આપણે સાંભળતા હોઈએ છીએ. એવામાં રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાંથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
રાજકોટમાં બાઈક ચાલકે વૃદ્ધાને અડફેટે લીધી
રાજકોટમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં એક બાઈક ચાલકે રસ્તો ઓળંગતી એક વૃદ્ધાને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં વૃદ્ધાનું મોત નિપજ્યું હતું અને બાઈક ચાલક ઘાયલ થયો હતો. 23 જાન્યુઆરીના રોજ વહેલી સવારે આ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ગોંડલ રોડ ખાતે પુરપાટ આવતા બાઈક ચાલકે રસ્તો ઓળંગતી રાહદારી વૃધ્ધાને અડફેટે લીધા હતા. અકસ્માતમાં વૃધ્ધાનું મોત નિપજતા પરીવારમાં શોકનો માહોલ સર્જાયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.
દ્વારકામાં કામ દરમિયાન ક્રેન પલટી
દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોરબંદર હાઇવે રોડ પર ક્રેન પલટવાની ઘટના સામે આવી છે. જેમાં ખંભાળિયા પોરબંદર હાઇવે રોડ પર કેશોદ ગામ નજીક ખાનગી કંપનીમાં ચાલુ કામ દરમિયાન ક્રેન પલટી હતી. પલટી મારી ગયેલી ક્રેનને સીધી કરવા માટે અન્ય એક ક્રેનનો સહારો લેવો પડ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહની થઈ નહોતી.






