મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઓ બાપ રે... ખાનગી સ્કૂલ બસ નીચે બાઈક સવાર કચડાયો, ગંભીર ઈજા બાદ મોત 

બોટાદમાં પાળીયાદ રોડ હવેલી ચોક પાસે ખાનગી સ્કુલ બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ

બોટાદમાં પાળીયાદ રોડ હવેલી ચોક પાસે ખાનગી સ્કુલ બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ખાનગી સ્કૂલની બસે બાઈકચાલકને કચડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં બાળક ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. મૃત્યુ પામેલ બાઈક ચાલકનું નામ મહોબતસિંહ ચાવડા છે. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 

બોટાદ પાળિયાદ રોડ હવેલી ચોક પાસે થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. વિડિયોમાં જોઈ શકાય છે કે જેમાં આદર્શ ખાનગી સ્કુલની બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રોડ ઉપર ટ્રાફિકમાં ફસાયેલી બસ આગળ વધી રહી છે. ત્યારે બાજુમાંથી ચાલતા બાઈકચાલકે બસની આગળથી વળવા ગયો.

આ દરમિયાન બસ ચાલકનું પણ ધ્યાન નહોતું. અને બાઈકને બસની ટક્કર વાગતાં તે નીચે પડી ગયો અને તેની ઉપરથી બસ પસાર થઈ ગઈ. આજુબાજુના લોકોએ ઈજાગ્રસ્ત મહોબતસિંહ ચાવડાને બસ નીચેથી બહાર કાઢી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. આ અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં સારવાર બાદ મોત નિપજ્યું હતું.

આ સમાચાર શેર કરો