મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રોંગ સાઈડમાં યુવતી બાઈક સાથે અથડાઈ અને પછી સીધી દુકાનમાં ઘુસી, CCTV વાયરલ

સોશિયલ મીડિયામાં પાપા કી પરી રીલ્સ ભારે વાયરલ થતી હોય છે. જો કે,

સોશિયલ મીડિયામાં પાપા કી પરી રીલ્સ ભારે વાયરલ થતી હોય છે. જો કે, વલસાડમાં એક યુવતીના રોંગ સાઈડ મોપેડ ચલાવવાને લઈને અકસ્માત સર્જાયો હતો. તિથલ રોડ પર પાલિહિલ પાસે રોંગ સાઈડમાં એક યુવતી ફૂલ સ્પીડમાં મોપેડ ચલાવી રહી હતી. આ દરમિયાન સામેથી આવતાં બાઈક ચાલક યુવકે યુવતીને બચાવવા જતા બાઈક ડિવાઇડર સાથે અથડાયું હતું. બીજી તરફ ટકકર બાદ યુવતીએ પણ મોપેડ પરથી કાબુ ગુમાવી દીધું હતું. જેથી મોપેડ રોડ સાઈડમાં આવેલી દુકાન સાથે અથડાયું હતું. જો કે, બન્નેને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માતને જોતાં બન્નેનો ચમત્કારિક બચાવ થયો હતો. સમગ્ર અકસ્માતની ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં.

આ સમાચાર શેર કરો