મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: શિવભક્તિમાં લીન થઈ ભૂમિ પેડનેકર, પણ આ ભૂલના કારણે યુઝર્સે કરી ટ્રોલ!

શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને બોલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર ભગવાન શિવ

તસવીર: gstv

શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને બોલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર ભગવાન શિવની ભક્તિમાં લીન જોવા મળી રહી છે. ગુરુવારે તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક વીડિયો અને કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે શિવલિંગ પર જળાભિષેક કરતી નજરે પડે છે. જોકે, તેના લુકથી લોકો નારાજ થઈ ગયા છે અને હવે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.

ભૂમિ પેડનેકર પર કેમ ભડક્યા લોકો?

સામે આવેલા વીડિયોમાં ભૂમિ પેડનેકર બ્લેક ટોપ અને બ્લુ ડેનિમ જીન્સ પહેરીને પૂજા કરતી જોવા મળે છે. જોકે, લોકોને કપડાંથી કોઈ વાંધો નથી, પરંતુ તેનો વાંધો એ વાત પર છે કે શિવલિંગ પર જળ ચડાવતી વખતે ભૂમિએ આંખો પર કાળા ચશ્મા (ગોગલ્સ) કેમ પહેર્યા છે! લોકોને લાગી રહ્યું છે કે ભૂમિ પૂજા કરવા નહીં પણ શૂટિંગ કે ફોટોશૂટ કરાવવા ગઈ છે.

નેટીઝન્સે કોમેન્ટ્સમાં કાઢ્યો ગુસ્સો

સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી:

એક યુઝરે લખ્યું: "પૂજા કરતી વખતે આવા ચશ્મા પહેરવાની શું જરૂર છે???? હદ છે યાર."

બીજા યુઝરે કહ્યું: "મહાદેવની ભક્તિ કરતાં તો આ ફોટોશૂટ વધારે લાગી રહ્યું છે... મહેરબાની કરીને આવી વસ્તુઓ પોસ્ટ ન કરો."

અન્ય એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું: "મંદિરમાં ભગવાનની ભક્તિ ચાલી રહી છે કે પછી ફોટોશૂટ?"

એક યુઝરે કોમેન્ટ કરી: "પૂજામાં પણ ફેશન અને સ્ટાઈલ જોઈએ છે... મેડમજી, ચશ્મા તો ઉતારી લેતા!"

કેપ્શનમાં ભૂમિએ મહાદેવ પાસે માગી શક્તિ

આ બધા વિવાદ વચ્ચે ભૂમિ પેડનેકરે આ પોસ્ટ સાથે એક આધ્યાત્મિક કેપ્શન પણ લખ્યું હતું. તેણે લખ્યું, "શ્રાવણના આ પવિત્ર આગમન પર, હું ઈશ્વર પાસે કોઈ સરળ જીવનની માંગણી નથી કરતી... પરંતુ દરેક પરિસ્થિતિમાં ગરિમા અને મક્કમતા સાથે ઊભા રહેવાની શક્તિ માગું છું. હર હર મહાદેવ!"

આ સમાચાર શેર કરો