VIDEO : ભવનાથના મહંત હરીગિરી બાપુએ કલેક્ટરને મળીને આપ્યું મોટું નિવેદન, જુઓ શું કહ્યું
જૂનાગઢમાં સ્થિત ભવનાથ મંદિરના મહંત હરીગિરી બાપુ કલેક્ટરને મળ્યા. જ્યાં તેમણે દાવો કરીને

જૂનાગઢમાં સ્થિત ભવનાથ મંદિરના મહંત હરીગિરી બાપુ કલેક્ટરને મળ્યા. જ્યાં તેમણે દાવો કરીને કહ્યું કે, "મારા લેટરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, અમારી પાસે ક્યારેય મોટી રકમ ન હતી. જો હું દોષિત સાબિત થાઉં તો હું સંન્યાસ છોડી દઈશ."
હકીકતમાં થોડા સમય પહેલા ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરી દ્વારા એક પત્ર વાઇરલ કરવામાં આવ્યો હતો. જેમાં હરીગિરી બાપુના લેટર પેડ સાથે પૈસાની લેવડ દેવડ કેટલાક સંતો અને ભાજપ ફંડમાં આપ્યાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો.




