મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચનું વાલિયા 12 ઈંચ વરસાદથી જળમગ્ન, 200 લોકોનું સ્થળાંતર

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ મધ્ય, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય થવાથી અને

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ મધ્ય, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. સાંબેલાધાર વરસાદને કારણે કેટલાક તાલુકામાં ભારે વરસાદથી પરિસ્થિતિ વણસી છે. મધ્ય રાત્રિએ મેઘરાજાનું બિહામણું રૂપ જોવા મળ્યું.

 ભરૂચના વાલિયામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ 

હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે  ભરૂચના વાલિયામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે, છેલ્લા 12 કલાકમાં 11.88 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે માર્ગો અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વાલિયા તરફ જવાના તમામ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. 

ભરૂચમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરનો  ઇન્દીરાનગર વિસ્તાર પાણીમાં ડૂબ્યો હતો.  200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, ઇન્દીરાનગરમાં ઘૂસતા પરિસ્થિતિ વણસી છે.

સોડગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હોવાથી વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. ભારે વરસાદના પગલે વાલિયાના નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા, જે ભરૂચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં નવા નીરની આવક થતાં વાલિયાના દેસાડ અને સોડગામ પણ બેટમાં ફેરવાયા હતા. વનખાડી અને કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. 

આ સમાચાર શેર કરો