VIDEO: ભરૂચના આઇકોનિક રોડ પર મસમોટો ભુવો, જૂની મામલતદાર કચેરી સામે રસ્તો બેસી જતાં હાલાકી!
ભરૂચના અત્યંત વ્યસ્ત અને આઇકોનિક ગણાતા કોર્ટથી ભૃગુઋષિ બ્ર

ભરૂચના અત્યંત વ્યસ્ત અને આઇકોનિક ગણાતા કોર્ટથી ભૃગુઋષિ બ્રિજને જોડતા મુખ્ય માર્ગ પર જૂની મામલતદાર કચેરી સામે અચાનક મસમોટો ભુવો પડતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. રસ્તાનો મોટો ભાગ બેસી જતાં વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલિકાની ટીમોએ તુરંત જ ભુવો પૂરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. હાલ તંત્ર દ્વારા માર્ગને ફરીથી ઝડપથી અવરજવર લાયક બનાવવા માટે યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.



