VIDEO: સાયલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પર્ટીએ મેળવ્યો ભવ્ય વિજય
સાયલા તાલુકા પંચાયતની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી
સાયલા તાલુકા પંચાયતની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને ભગવો લહેરાવ્યો છે. કુલ ૨૦ બેઠકોમાંથી અત્યાર સુધી જાહેર થયેલી ૧૩ બેઠકોના પરિણામમાં ભાજપે ૧૨ બેઠકો પર કબજો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર ૧ બેઠક ગઈ છે. સાથોસાથ સાયલા જિલ્લા પંચાયતની કુલ ૪ બેઠકો પૈકી ૨ બેઠકો પર પણ ભાજપે જીત હાંસલ કરીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.


