મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનો થશે કાયાકલ્પ: ૨૬.૮૦ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ

રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનને આધુનિક સ

તસવીર: gstv

રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓ સાથે નવું રૂપ આપવામાં આવ્યું છે. આગામી 17મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી આ સ્ટેશનનું લોકાર્પણ કરશે. અમૃત ભારત યોજના હેઠળ અંદાજે 26.80 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આધુનિક લિફ્ટ, વિશાળ વેઈટિંગ રૂમ, સુવ્યવસ્થિત પાર્કિંગ સહિતની અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી મુસાફરોને વધુ આરામદાયક અને સુવિધાસભર પ્રવાસનો અનુભવ મળશે. ભક્તિનગર રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ રાજકોટના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી દિશા આપશે અને શહેરના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આ સમાચાર શેર કરો