VIDEO: વિદિશામાં ભારે વરસાદને કારણે બેતવા નદી ઉભરાઈ
મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પવિત્ર બેતવા નદીના જળસ્તરમાં ભયજનક વધાર

મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પવિત્ર બેતવા નદીના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે. નદીમાં પાણીની આવક વધતાં તે બે કાંઠે વહેવા લાગી છે, જેના કારણે કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારો અને ઘાટો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બેતવા નદીના ઉભરાતા પાણીને પગલે આસપાસના ગ્રામીણ વિસ્તારોનો મુખ્ય માર્ગો સાથેનો સંપર્ક કપાઈ જવાનું જોખમ ઊભું થયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રે એલર્ટ જાહેર કર્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાની અપીલ કરી છે. નદી કિનારે સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે જેથી લોકો ઊંડા પાણી નજીક ન જાય. તંત્ર દ્વારા જળસપાટી અને હવામાન પર ચોવીસે કલાક સતત નજર રાખવામાં આવી રહી છે.




