VIDEO: બેળગાવીમાં નદીમાં પૂર આવતાં બ્રિજ નિર્માણની કામગીરી હાથ ધરાઈ, વિદ્યાર્થીઓની હાલાકીનો અંત આવશે
કર્ણાટકના બેળગાવી વિસ્તારમાં ચોમાસા દરમિયાન નદીઓમાં પૂર આવવાના કારણે શાળા

કર્ણાટકના બેળગાવી વિસ્તારમાં ચોમાસા દરમિયાન નદીઓમાં પૂર આવવાના કારણે શાળા-કોલેજે જતાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વિઝ્યુઅલ્સ સામે આવ્યા બાદ સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદી પર નવો બ્રિજ (પુલ) બનાવવાની કામગીરી અધિકૃત રીતે શરૂ કરી દેવામાં આવી છે. બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાથી પૂરની સ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે શાળાએ પહોંચી શકશે અને કલાકો સુધી રઝળપાટ કે જીવના જોખમે નદી પાર કરવાથી મુક્તિ મળશે, જેનાથી ગ્રામજનોમાં રાહતની લાગણી છવાઈ છે.




