મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મોરબીમાં અમિત શાહના આગમન પહેલા વિરોધ કરનાર યુવકની અટક, ભાજપ કાર્યકરના સ્વાંગમાં મેળવ્યો હતો પ્રવેશ

કેન્દ્રીય ગૃહમંત્રી રાજ્યની બે દિવસીય મુલાકાત દરમિયાન મોરબી પણ આવ્યા છે, ત્યારે તેમનું કાર્યક્ર

કેન્દ્રીય ગૃહમંત્રી રાજ્યની બે દિવસીય મુલાકાત દરમિયાન મોરબી પણ આવ્યા છે, ત્યારે તેમનું કાર્યક્રમ સ્થળે આગમન થાય તે પહેલા ભાજપ કાર્યકરના સ્વાંગમાં વિરોધ કરવા આવેલો યુવાન ઝડપાયો છે. આ યુવાને કાળો વાવટો પણ ફરકાવ્યો હતો. હાલ પોલીસે આ યુવકની અટકાયત કરી છે. 

પોલીસ યુવાનને ડોમની બહાર ખેંચી ગઈ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મોરબીની મુલાકાતે છે,ત્યારે અમિત શાહના આગમન પહેલા ભાજપ કાર્યકરના સ્વાંગમાં વિરોધ કરવા આવેલો યુવાન ઝડપાયો છે. આ યુવાન વીઆઈપી એન્ટ્રીમાંથી સ્ટેજ સુધી પહોંચ્યો હતો. જોકે પોલીસે યુવાનને દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો તે તેણે કાળો વાવટો ફરકાવ્યો હતો અને 'જય જવાન જય કિસાન' ના નારા લગાવ્યા હતા. પોલીસ યુવાનને ડોમની બહાર ખેંચી ગઈ હતી. 

આ સમાચાર શેર કરો