મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પ્રયાગરાજ ખાતે ગુરુપૂર્ણિમા પર સંગમમાં સ્નાન

અહીં ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આસ્

તસવીર: gstv

અહીં ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી. સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો સંગમ તટ પર ઉમટી પડ્યા હતા અને પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. આ વિશેષ દિવસે ગુરુ પૂજનનું પણ વિશેષ મહાત્મય છે, જેથી શ્રદ્ધાળુઓએ સ્નાન બાદ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. સુરક્ષા અને વ્યવસ્થા માટે વહીવટી તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભક્તિભાવ અને હર્ષોલ્લાસના આ વાતાવરણમાં સમગ્ર સંગમ ક્ષેત્ર ગંગા મૈયા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

આ સમાચાર શેર કરો