VIDEO: યુકે છોડવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે: વિજય માલ્યાનો ટ્વીટમાં દાવો
ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શ્રેણીબદ્ધ પોસ્ટ કરીને દાવો કર્યો છે કે

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શ્રેણીબદ્ધ પોસ્ટ કરીને દાવો કર્યો છે કે તેમને કાયદેસર રીતે યુકે છોડવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ૧૯૯૨થી યુનાઇટેડ કિંગડમના કાયમી રહેવાસી છે અને ભારત સરકાર દ્વારા તેમની સાથે ઘોર અન્યાય કરવામાં આવ્યો હોવાનો ટ્વીટમાં દાવો કર્યો છે....માલ્યાએ બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયેલા ઇડીના સોગંદનામાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેમાં ૨૦૨૧માં જ ૧૪ હજાર ૧૩૧ કરોડ રૂપિયાની વસૂલાત દર્શાવવા છતાં તેમને આજે પણ છેતરપિંડી કરનાર તરીકે ઓળખવામાં આવે છે. ઓક્ટોબર ૨૦૨૫માં તેમને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યા હતા.




