VIDEO: બનાસકાંઠા વાવ-થરાદ: દિયોદર અને લાખણીમાં વરસાદી માહોલ, 2 ઈંચ વરસાદ પડ્યો
બનાસકાંઠાના વાવ-થરાદ તાલુકાના દિયોદર અને લાખણી પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ

બનાસકાંઠાના વાવ-થરાદ તાલુકાના દિયોદર અને લાખણી પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. લાખણી, દિયોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસવા માંડ્યો છે.દિયોદરમાં બપોર બાદ લગભગ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદથી ખેતીના પાકોને ફાયદો થયો છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.હાલ વિસ્તારમાં હળવા વરસાદની સાથે વાદળો છવાયેલા છે. વધુ વરસાદની આગાહીને પગલે ખેડૂતોને આશા છે કે આ વરસાદથી ચોમાસુ પાકોને વધુ લાભ મળશે.




