VIDEO: બનાસકાંઠા / આજે દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી
બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતમાં આજે મહત્વપૂર્ણ બોર્ડ બેઠક યોજાશે, જેમાં પ્

બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતમાં આજે મહત્વપૂર્ણ બોર્ડ બેઠક યોજાશે, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. અગાઉ બે વખત વિવિધ કારણોસર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. 25 મેના રોજ ભાજપના સભ્યો વચ્ચે આંતરિક વિવાદ સર્જાતા ચૂંટણી સ્થગિત થઈ હતી, જ્યારે 27 મેના રોજ ચૂંટણી અધિકારીની તબિયત ખરાબ થતા પ્રક્રિયા ફરી અટકી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે આજે સવારે 11 વાગ્યે મતદાન યોજાશે. ચૂંટણીને લઈને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. તાલુકા પંચાયતમાં ભાજપના 10 અને કોંગ્રેસના 12 સભ્યો ચૂંટાયેલા હોવાથી પરિણામ પર સૌની નજર મંડાઈ છે.




