મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડભોઈનું બનૈયા ગામ બેટમાં ફેરવાયું, ઘરોમાં પાણી ફરી વળતા લોકોએ ઝાડ ઉપર વિતાવી રાત

ડભોઈમાં વરસાદના કારણે એક પરિવાર ઝાડ પર ફસાયો હતો.દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઇ તાલુકાના નીચાણ વાળા ગામોને તે

ડભોઈમાં વરસાદના કારણે એક પરિવાર ઝાડ પર ફસાયો હતો.દેવ ડેમમાંથી  પાણી છોડાતા ડભોઇ તાલુકાના નીચાણ વાળા ગામોને તેની અસર થઈ હતી.જેના કારણે અનેક મકાનોમાં પાણી પ્રવેશ્યા હતા. 

6 લોકો ઝાડપર ફસાયા

ડભોઇના બનૈયા ગામનો નીચાણવાળો વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. 6 લોકો ઝાડપર ફસાયા છે.  તો બીજી તરફ ઘરમાં પાણી ફરી વળતા વૃક્ષ પર ફસાયા હતા.

 ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોએ ઝાડ પર બેસીને રાત વિતાવવાનો વારો આવ્યો

અમુક લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોએ ઝાડ પર બેસીને રાત વિતાવવાનો વારો આવ્યો હતો. દ્રશ્યોમાં તમે જોઈ શકો છે કે કેવી રીતે બનૈયા ગામનું એક પરિવાર ઝાડ પર ચઢી રેસ્ક્યુની જોઈ રહ્યું હતું..જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો