મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા મા ભારે વરસાદથી બાજવા ગામ જળબંબાકાર

વડોદરા અને આસપાસના વિસ્તારોમાં ખાબકેલા ભારે વરસાદને કારણે બાજવા ગામ બેટમાં ફેરવાયું છે અને ચારેય તરફ જળબ

તસવીર: GSTV

વડોદરા અને આસપાસના વિસ્તારોમાં ખાબકેલા ભારે વરસાદને કારણે બાજવા ગામ બેટમાં ફેરવાયું છે અને ચારેય તરફ જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ જવાના કારણે લોકોના ઘરો અને દુકાનોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેથી સ્થાનિક રહેવાસીઓને ભારે આર્થિક નુકસાન અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર થતી આ જળબંબાકારની સમસ્યાથી ત્રસ્ત બનેલા રોષે ભરાયેલા ગ્રામજનોએ વહીવટી તંત્ર અને સરકાર સામે આ સ્થિતિનો કાયમી ઉકેલ લાવવાની પ્રબળ માંગ કરી છે.

આ સમાચાર શેર કરો