મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે વડોદરા રેલવે સ્ટેશને ટ્રેન વ્યવહારને અસર

દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદની સીધી અસર રેલ વ્યવહાર પર જોવા મળી રહ

તસવીર: gstv

દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદની સીધી અસર રેલ વ્યવહાર પર જોવા મળી રહી છે, જેના કારણે વડોદરા રેલવે સ્ટેશન પર કેટલીક ટ્રેનોનું અંતર ટૂંકાવવામાં આવતા મુસાફરો અટવાઈ પડ્યા છે. ટ્રેન વ્યવસ્થા ખોરવાતા અકળાયેલા મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા છે અને રેલવે તંત્ર પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. મુસાફરોનો આક્ષેપ છે કે કઈ ટ્રેન ક્યારે આવશે તેની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. જોકે, આ મુશ્કેલીઓ વચ્ચે રેલવે તંત્ર દ્વારા સ્ટેશન પર મુસાફરોની સહાય માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે, જેથી અટવાયેલા લોકોને જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે.

આ સમાચાર શેર કરો