VIDEO: અમદાવાદના પૂર્વ ફાયર ઓફિસર અમિત ડોંગરેની જામીન અરજી કોર્ટે ફગાવી, જેલમાં જ રહેશે
અમદાવાદના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને

અમદાવાદના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને વહીવટદાર ભાવસિંહ ઝાલાને સ્પેશિયલ કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. ફાયર એનઓસી (NOC) આપવાના બદલામાં લાંચ લેવાના ગંભીર કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા અટકાયત કરાયેલા આ બંને આરોપીઓની નિયમિત જામીન અરજી સ્પેશિયલ ACB કોર્ટે નામંજૂર કરી દીધી છે. લાંચ કેસમાં એસીબી દ્વારા ધરપકડ કરાયા બાદ બંને આરોપીઓ હાલ જેલ હવાલે હતા. હવે સ્પેશિયલ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન અરજીઓ ફગાવી દેવામાં આવતા તત્કાલીન ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને વહીવટદાર ભાવસિંહ ઝાલાએ હાલ જેલમાં જ દિવસો વિતાવવા પડશે




