મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : બંગાળમાં ગેરકાયદે ટોલ નાકાઓ પર તંત્રનો સપાટો, શુભેન્દુ સરકારે તમામ અનધિકૃત ગેટ તાત્કાલિક બંધ કરવા આપ્યા આદેશ

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ચાલતા ગેરકાયદે ટોલ નાકા અને ડ્રોપ ગેટ વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપ્યા

તસવીર: gstv

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ચાલતા ગેરકાયદે ટોલ નાકા અને ડ્રોપ ગેટ વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. મુખ્ય સચિવ મનોજ કુમાર અગ્રવાલ દ્વારા જારી કરાયેલ સૂચના મુજબ, સરકારની મંજૂરી વગર ચાલતા તમામ ટોલ ગેટ અને બેરિકેડ્સ તાત્કાલિક અસરથી બંધ કરવાના રહેશે. જિલ્લા વહીવટીતંત્રને પોતપોતાના વિસ્તારમાં આવા ગેરકાયદે વસૂલી કેન્દ્રોની ઓળખ કરી તેને હટાવવા માટે કડક સૂચના અપાઈ છે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે અનધિકૃત પોઈન્ટ્સ પર કોઈપણ પ્રકારની નાણાંની વસૂલી તાત્કાલિક રોકવામાં આવે અને ભવિષ્યમાં આવા કેન્દ્રો ફરી ઊભા ન થાય તે માટે સતત નજર રાખવામાં આવે. આ સાથે જ, રાજ્યના તમામ કાયદેસર અને ગેરકાયદેસર ટોલ કેન્દ્રોની યાદી તૈયાર કરી 15 મે ના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં અંડર સેક્રેટરીને સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી વાહનચાલકોને ગેરકાયદે ખંડણી જેવી વસૂલીમાંથી મોટી રાહત મળશે.

આ સમાચાર શેર કરો