મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: બંગાળમાં ટોલીગંજમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પૂર્વ મંત્રીના પાર્ટી ઓફિસ પર હુમલો, સમર્થકોમાં ફાટી નીકળ્યો રોષ

VIDEO: કોલકાતામાં રાજકીય હિંસા

તસવીર: GSTV

VIDEO: કોલકાતામાં રાજકીય હિંસા ફાટી નીકળી છે.. પૂર્વ મંત્રી અરૂપ બિસ્વાસના પાર્ટી કાર્યાલયમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી છે.. ટોલીગંજમાં હાલ ભારે તણાવનો માહોલ છે અને સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં છે.

પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત ટોલીગંજ વિસ્તારમાં પૂર્વ રમતગમત મંત્રી અરૂપ બિસ્વાસના પાર્ટી કાર્યાલયમાં તોડફોડની ગંભીર ઘટના બની છે. અસામાજિક તત્વોએ કાર્યાલયમાં ઘૂસીને ફર્નિચર અને અન્ય સામાનને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આ હિંસક હુમલાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં કાર્યાલયની અંદર થયેલી ભારે તોડફોડ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટનાએ સ્થાનિક કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

 ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ રાજકીય અદાવત હોવાનું મનાય રહ્યું છે, પરંતુ પોલીસ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. પૂર્વ મંત્રીના સમર્થકોએ આ હુમલાને લોકશાહી પર હુમલો ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલમાં ટોલીગંજ વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ છે અને વધારાની સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો