મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નિકોલમાં નકલી ઘી બનાવતા એકમ પર તંત્રની લાલ આંખ, 400 કિલો જથ્થો કરાયો સીલ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી ઘી બનાવતા એકમ પર મહાપાલિકાના હેલ્થ વિભાગે કાર્યવાહી કરી છે. રહ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી ઘી બનાવતા એકમ પર મહાપાલિકાના હેલ્થ વિભાગે કાર્યવાહી કરી છે. રહેણાંક મકાનમાં કોઈપણ પરવાનગી વગર વનસ્પતિ ઘી અને પામોલીન તેલના મિશ્રણથી ગાયનું નકલી ઘી બનાવવામાં આવતું હતુ. મહાપાલિકાની બાતમીના આધારે નિકોલના એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે નકલી ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેને 'મંગલમૂર્તિ' બ્રાન્ડના નામે શુદ્ધ ગાયના ઘી તરીકે વેચવામાં આવતું હતું. અંદાજે 1.60 લાખની કિંમતનો 400 કિલો જથ્થો સીલ કર્યો છે અને નમૂનાઓ લેબોરેટરીમાં મોકલ્યા છે. 

આ સમાચાર શેર કરો