મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ગુરુપૂર્ણિમા કાર્યક્રમમાં CM ભજનલાલ શર્માની હાજરી

રાજસ્થાનમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે આયોજિત ગુરુ વંદન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા હાજર રહ્

તસવીર: GSTV

રાજસ્થાનમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે આયોજિત ગુરુ વંદન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે ગુરુજનોનું સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ ગુરુઓના માર્ગદર્શન અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિ અને આદરનું વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમમાં સંતો, મહંતો, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. CM ભજનલાલ શર્માએ લોકોને ગુરુઓના આદર્શો અને સંસ્કારોને જીવનમાં અપનાવવાનો સંદેશ આપ્યો હતો.

આ સમાચાર શેર કરો