મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા મંદિરે ગુરુપૂર્ણિમા નિમિત્તે બાળકોના કાનમાં મંત્ર ફૂંકવાની અનોખી પરંપરા ઉજવાઈ

સુરેન્દ્રનગરના દુ

તસવીર: gstv

સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે આવેલા માલધારી રબારી સમાજના આસ્થાના મહાન કેન્દ્ર વડવાળા મંદિરે ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દેશભરમાંથી ૫૦ હજારથી વધુ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ પવિત્ર અવસરે મહંત શ્રી કનિરામ બાપુએ નાના બાળકોને કાનમાં મંત્ર ફૂંકી અને કંઠી પહેરાવવાની અનોખી પરંપરા નિભાવી હતી. મંદિરમાં વડવાળા દેવની સમાધિનું પૂજન, ધ્વજારોહણ, ભજન, ભોજન, સંતવાણી તેમજ ભવ્ય ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો